આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને રોગ સામે રક્ષણ અપાયું વિવિધ શાળાઓમાં ૪૭૦ કરતા વધુ વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી અપાઇ
ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૫ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવે છે. ત્યારે આજરોજ વેરાવળની એક ખાનગી સ્કુલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધો.૫ અને ધો.
ગીર સોમનાથ  આરોગ્ય વિભાગ દ્વારા


ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૫ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવે છે. ત્યારે આજરોજ વેરાવળની એક ખાનગી સ્કુલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધો.૫ અને ધો.૧૦ ના વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવી હતી. જેથી કુલ વિવિધ શાળાઓમાં ૪૭૦ કરતા વધુ વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી અપાઇ છે.

જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા મુજબ, જિલ્લાની વિવિધ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.૫ના ૪૨૧ અને ધો.૧૦માં અભ્યાસ કરતા ૫૫ વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવી છે.

જેમાં આજે આરબીએસકેની ટીમ, હરસિધ્ધિ યુપીએચસી અને ચોક્સી કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓના સહયોગથી વેરાવળની એક ખાનગી શાળાના ધો.૫ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવી હતી.

રસીકરણ વિશે વાત કરીએ તો, ડીપીટીની રસી જે ત્રિગુણી રસી તરીકે પણ ઓળખાય છે. જે ડિપ્થેરિયા, પરટ્યુસીસ (ઉટાટિયું ) અને ધનુરના રોગ સામે રક્ષણ આપે છે અને પાંચ વર્ષેની ઉંમરે તેનો બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. જે આ વર્ષથી સરકારે બાળવાટિકામાં ભણતા બાળકોને RBSK (રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ના માધ્યમથી શાળામાં જ આ રસીની સુવિધા આપવામાં આવી છે.

તે ઉપરાંત ટીડી એટલે કે ટીટેનસ (ધનુર) અને ડિપ્થેરિયાના રોગથી કિશોર વયના બાળકોને રક્ષણ મળી રહે એ હેતુથી ૧૦ વર્ષે તથા ૧૬માં વર્ષે શાળામાં ભણતા ધો.૫ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને RBSK વેરાવળના ડો.ઈશ્વર ડાકી તથા ડો.વીએના ઝીંઝુવાડિયાની ટીમ દ્વારા ટીડી વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande