ગીર સોમનાથ, 25 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા તાલુકામાં ઘણા લાંબા સમયથી સરકાર દ્વારા જે સસ્તું અનાજ જરૂરિયાતમંદ લોકોને કંટ્રોલમાં માલ દ્વારા આપવામાં આવી રહ્યું છે.તે અનાજને લોકો પાસેથી ફેરિયાઓ દ્વારા ઉઘરાવી અનાજની ખરીદી કરનાર મોટા આકાઓ ને વેચવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે જે બાબતની જાગૃત નાગરિકો દ્વારા સુત્રાપાડા મામલતદાર અને કલેક્ટરને અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે.તેમ છતાં જાણે આવા અનાજ માફિયાઓ બેફામ બન્યા હોય એવી રીતે સુત્રાપાડા શહેર સહિત સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં સસ્તા અનાજની ખરીદી કરી લઈ જનાર ફેરિયાઓ બેફામ બન્યા છે.
સુત્રાપાડા તાલુકાના લાટી ગામની વાડી વિસ્તાર માંથી વહેલી સવારે એક રીક્ષા જેના નંબર GJ 11 Z 6671 શૈખ અરબાઝ હુસેન રિક્ષામા લોકોને મળતા સસ્તા અનાજનો જથ્થો ભરી જઈ રહેલ જે રીક્ષાને લાટી ગામના જાગૃત નાગરિકોએ રોકાવી સુત્રાપાડા મામલતદાર કચેરીમાં જાણ કરતા સુત્રાપાડા મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા રિક્ષામાંથી 1 બાચકુ ઘઉ અને 5 બાચકા ચોખા મળી આશરે 300 કિલા ઉપરનો અનાજનો જથ્થો કબ્જે કર્યો આ રીક્ષા અને અનાજના જથ્થાને ગોરખમઢી મુકામે આવેલ ગોડાઉન ખાતે જમા કરાવવામાં આવેલ આ માલ કઈ જગ્યા એ લઈ જવાય રહ્યો હતો જેની તપાસ હાલ ચાલી રહી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ