પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરની અગ્રણી IDBI બેંક દ્વારા બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના તેજસ્વી અને જરૂરિયાતમંદ 50 વિદ્યાર્થીઓને આજે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. આ અવસર પર IDBI બેંક પાટણના મેનેજર અશ્વિની કુમાર સિંહ, બ્રાંચ હેડ મેનેજર અને સાગર કુમાર, આસિસ્ટન્ટ મેનેજર એસેટ ઓફિસર હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં શાળાના ઉત્સાહી વાલી રાજુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના અધિકારીઓએ બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, આવા સહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ માટે ઉત્તમ મંચ મળે છે અને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રેરણા મળે છે.
આ પહેલ દ્વારા IDBI બેંકે સામાજિક જવાબદારી નિભાવી છે અને શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. શાળાના તમામ સ્ટાફ દ્વારા બેંકના કર્મચારીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર