નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન
વધુ છ મહિના, લંબાવવા માટે જઈ રહી છે. આ સંદર્ભમાં, રાજ્યસભાએ રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના માટે
લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવ રાજ્યસભામાં, ચર્ચા માટે
લાવવામાં આવશે. આ સંદર્ભમાં હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ તે ટૂંક
સમયમાં ગૃહમાં મૂકવામાં આવે તેવી અપેક્ષા છે.
રાજ્યસભા બુલેટિન અનુસાર, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ સંદર્ભમાં
ઠરાવ વિશે માહિતી આપી છે, જેને સ્વીકારવામાં આવ્યો છે.
ઠરાવમાં જણાવાયું છે કે,” આ ગૃહ 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ મણિપુરના
સંદર્ભમાં બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ
દ્વારા જારી કરાયેલી જાહેરાતને 13 ઓગસ્ટ, 2025 થી છ મહિનાના વધારાના સમયગાળા માટે અમલમાં રાખવાની મંજૂરી
આપે છે.
નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહના
રાજીનામા પછી, કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી, 2005 ના રોજ બંધારણની
કલમ 356 હેઠળ મણિપુરમાં
રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. રાષ્ટ્રપતિ શાસન 13 ઓગસ્ટના રોજ છ મહિના પૂર્ણ થશે. રાજ્યમાં
લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને વહીવટી અસ્થિરતાને કારણે કેન્દ્રએ આ નિર્ણય
લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ