શુભેન્દુ અધિકારીએ, ગુજરાતીઓ પર ટિપ્પણી કરવા બદલ ટીએમસી સાંસદ પર હુમલો કર્યો
કલકતા, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા શુભેન્દુ અધિકારીએ શુક્રવારે, સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતી વખતે ગુજરાતી સમુદાય પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસ
વિરોધ


કલકતા, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.)

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા શુભેન્દુ અધિકારીએ

શુક્રવારે, સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતી વખતે ગુજરાતી સમુદાય પર વાંધાજનક

ટિપ્પણી કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર આકરા પ્રહારો

કર્યા. શુભેન્દુ અધિકારીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ (અગાઉનું ટ્વિટર)

પર એક વીડિયો શેર કર્યો. આમાં, કલ્યાણ બેનર્જી કથિત રીતે બંગાળીમાં ગુજરાતીઓ વિરુદ્ધ

અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. આ વીડિયો સંસદ ભવનની અંદર રેકોર્ડ કરવામાં

આવ્યો હોવાનું કહેવાય છે,

જોકે તેની સત્યતા

સ્વતંત્ર રીતે ચકાસી શકાઈ નથી.

વીડિયો પર પ્રતિક્રિયા આપતા, ભાજપના ધારાસભ્યએ કહ્યું, 'અમે એક પણ

ગુજરાતીને બક્ષીશું નહીં'

જેવું નિવેદન

માત્ર વાંધાજનક જ નથી પણ સમગ્ર સમુદાય સામે નફરત ફેલાવવાનો ખતરનાક પ્રયાસ પણ છે.”

બેનર્જીનું નિવેદન માત્ર વિભાજનકારી જ નથી પણ ઇતિહાસનું ગંભીર વિકૃતિકરણ પણ છે.

ગુજરાતી સમુદાયને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો ભાગ કહેવું એ, ભારતના સ્વાતંત્ર્ય

સંગ્રામમાં આ સમુદાય દ્વારા આપવામાં આવેલા અસંખ્ય બલિદાનનું અપમાન છે. મહાત્મા

ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ, ગુજરાતના હતા. આવી સ્થિતિમાં, બેનર્જીની

ટિપ્પણી અત્યંત શરમજનક છે.

ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ એમ પણ કહ્યું કે,” તેઓ આ મુદ્દા

અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને ઔપચારિક ફરિયાદ કરશે.” તેમણે માંગ કરી કે,” સંસદ

પરિસરમાં કરવામાં આવેલી આવી ટિપ્પણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.”

આ સાથે, તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને, કલ્યાણ બેનર્જી સામે કાનૂની

કાર્યવાહી શરૂ કરવા પણ અપીલ કરી, જેથી ભવિષ્યમાં કોઈ પણ જાહેર મંચ પરથી કોઈપણ સમુદાય વિરુદ્ધ

આવી દ્વેષપૂર્ણ ટિપ્પણી કરવાની હિંમત ન કરે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / અમરેશ

દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande