પ્રો. ઉમા કાંજીલાલ ઇગ્નુના, પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા
નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) એ શુક્રવારે પ્રો. ઉમા કાંજીલાલને તેના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા. તેઓ ઇગ્નુના ઇતિહાસમાં આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યા છે. પ્રો. કાંજીલાલ છે
ઉમા


નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) એ શુક્રવારે

પ્રો. ઉમા કાંજીલાલને તેના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા. તેઓ ઇગ્નુના ઇતિહાસમાં આ

પ્રતિષ્ઠિત પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યા છે. પ્રો. કાંજીલાલ છેલ્લા એક વર્ષથી

કાર્યકારી વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી રહ્યા હતા.

ઇગ્નુઅનુસાર, ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ઓડીએલ) સિસ્ટમમાં 36 વર્ષથી વધુનો

સમૃદ્ધ અનુભવ ધરાવતા પ્રો. કાંજીલાલ શૈક્ષણિક નેતૃત્વ, ડિજિટલ નવીનતા

અને સંસ્થાકીય વ્યવસ્થાપનનું વ્યાપક જ્ઞાન ધરાવે છે.

પ્રો. ઉમા કાંજીલાલ ઇગ્નુમાં કાર્યકારી

વાઇસ ચાન્સેલર (25 જુલાઈ, 2024 થી જુલાઈ 2025) નો કાર્યભાર

સંભાળતા પહેલા પ્રો-વાઈસ ચાન્સેલર (માર્ચ 2021 થી જુલાઈ 2024) સહિત અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે.

ઇગ્નુસાથેના તેમના લાંબા ગાળાના જોડાણમાં વિવિધ મુખ્ય નેતૃત્વ

ભૂમિકાઓ રહી છે, જેમાં સેન્ટર ફોર

ઓનલાઈન એજ્યુકેશનના ડિરેક્ટર (2019-2021), ઇન્ટર-યુનિવર્સિટી કન્સોર્ટિયમ ફોર ટેકનોલોજી-એનેબલ્ડ

ફ્લેક્સિબલ લર્નિંગના ડિરેક્ટર (2016-2019), એડવાન્સ્ડ સેન્ટર ફોર ઇન્ફોર્મેટિક્સ એન્ડ ઇનોવેટિવ

લર્નિંગના ડિરેક્ટર (2012-2013),

ફેકલ્ટી ઓફ

સોશિયલ સાયન્સિસના ડિરેક્ટર (2007-2010) અને યુનિવર્સિટી લાઇબ્રેરિયન (2004-2006)નો સમાવેશ થાય

છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande