મહારાષ્ટ્રના જલગાંવમાં, 60 કરોડ રૂપિયાનું 39 કિલો કેટામાઇન ડ્રગ જપ્ત
મુંબઈ, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) પોલીસે ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ નજીક, કન્નડ ઘાટ પર આશરે 60 કરોડ રૂપિયાનું 39 કિલો કેટામાઇન જપ્ત કર્યું. આ ડ્રગ એક વાહનમાં, દિલ્હીથી બેંગલુરુ જઈ રહ્યું હતું. પોલીસે આ કે
મહારાષ્ટ્રના જલગાંવમાં, 60 કરોડ રૂપિયાનું 39 કિલો કેટામાઇન ડ્રગ જપ્ત


મુંબઈ, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) પોલીસે ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના જલગાંવ

જિલ્લાના ચાલીસગાંવ નજીક, કન્નડ ઘાટ પર આશરે 60 કરોડ રૂપિયાનું 39 કિલો કેટામાઇન જપ્ત કર્યું. આ ડ્રગ એક વાહનમાં, દિલ્હીથી

બેંગલુરુ જઈ રહ્યું હતું. પોલીસે આ કેસમાં કાર ચાલકની ધરપકડ કરી છે. જલગાંવ ક્રાઇમ

બ્રાન્ચ પોલીસ હાઇવે પોલીસ સાથે મળીને આ ઘટનાની સઘન તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, “મહારાષ્ટ્ર રાજ્ય હાઇવે પોલીસ અધિકારી સચિન

સાવંતને, દિલ્હીથી બેંગલુરુ જતી એક કાર અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ આધારે, સચિન સાવંતની

આગેવાની હેઠળની પોલીસ ટીમે, ચાલીસગાંવ તાલુકાના કન્નડ ઘાટની તળેટીમાં શંકાના આધારે

કાર નંબર DL 1 CBB 7771ને રોકી અને

કારની તલાશી લીધી. આ દરમિયાન, કારમાંથી 39 કિલો કેટામાઇન મળી આવ્યું, જેનો ઉપયોગ માદક દ્રવ્યો બનાવવા માટે થાય છે.”

પોલીસે ડ્રગ જપ્ત કર્યું છે અને ડ્રાઇવરની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન, કાર ચાલકે

જણાવ્યું કે,” આ વાહન દિલ્હીથી ઇન્દોર -ધુળે થઈને છત્રપતિ સંભાજીનગર અને પછી

બેંગલુરુ જઈ રહ્યું હતું.” પોલીસ આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને અન્ય

તસ્કરોને શોધી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande