શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, CCRH અને IPFTએ NFSU સાથે સમજૂતી કરાર કર્યા
ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટિસાઇડ ફોર્મ્યુલેશન ટેકનોલોજી (IPFT) એ શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર
NFSU


ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટિસાઇડ ફોર્મ્યુલેશન ટેકનોલોજી (IPFT) એ શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર સાથે સમજૂતી કરાર કર્યા હતા.

CCRH અને NFSU વચ્ચેના સમજૂતી કરાર પર NFSUના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ. ઓ. જુનારે અને CCRHના ડાયરેક્ટર જનરલ ડો.સુભાષ કૌશિક દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. IPFT અને NFSU વચ્ચેના બીજા સમજૂતી કરાર પર NFSUના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે અને IPFTના ડાયરેક્ટર ડો.મોહન કૃષ્ણ રેડ્ડી દ્વારા વર્ચ્યુઅલી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

NFSUના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે ડૉ. જે.એમ. વ્યાસ, માનનીય કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારની બે સંસ્થાઓએ શૈક્ષણિક આદાનપ્રદાન અને શિક્ષણ અને સંશોધનમાં સહયોગ વિકસાવવા માટે NFSU સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સહયોગ માત્ર શૈક્ષણિક વિકાસને સમૃદ્ધ બનાવતા નથી, પરંતુ સતત પારસ્પરિક સહયોગ અને નવીનતા દ્વારા મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ભારતની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે. અમે સંયુક્ત રીતે કાર્યશાળા,પરિસંવાદ, કન્સલ્ટન્સી સેવાઓનું આયોજન કરીશું.

સમજૂતી કરાર દરમિયાન, CCRHના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ, CoE NDPSના વડા પ્રો.(ડૉ.) આસ્થા પાંડે; NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન પણ ઉપસ્થિત હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande