હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન અમદાવાદ દ્વારા, કારગિલ વિજય દિવસ 2025 ની ભવ્ય ઉજવણી કરાઈ
અમદાવાદ/ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : MY BHARAT અમદાવાદ, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન ,અમદાવાદ શહેરના વિશેષ સહયોગથી નવરંગપુરા હોમ ગાર્ડ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે કારગિલ વિજય દિવસ - ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ/ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : MY BHARAT અમદાવાદ, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન ,અમદાવાદ શહેરના વિશેષ સહયોગથી નવરંગપુરા હોમ ગાર્ડ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે કારગિલ વિજય દિવસ - ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તથા જાગૃકતા રેલી અને એક પેડ માઁ કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમોનું સફળ આયોજન જિલ્લા યુવા અધિકારી અમદાવાદ પ્રિતેશ કુમાર ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.

26 જુલાઈ કારગીલ વિજય દિવસના અનુસંધાને

નવરંગપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ અધિકારી/જવાનો તથા માય ભારત સ્વયંસેવકોની સાથે કારગીલ વિજય દિવસ પર ઈનચાર્જ ડિવિઝન કમાન્ડન્ટ કિરીટભાઈ વાઘેલા અને ડામોર સોમાભાઈ તથા જિલ્લા યુવા અધિકારી દ્વારા વિજય કારગિલ દિવસ પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, સાથેજ ભવ્ય જાગૃકતા રેલી કાર્યક્રમમાં પરેડ ગ્રાઉન્ડથી નવરંગપુરા ચાર રસ્તા અને ત્યારબાદ પરત નવરંગપુરા પરેડ ગ્રાઉન્ડ સુધી રેલીનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમ ગાર્ડસના જવાનો અને માય ભારત સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande