માતાનામઢ પાસેના રવાપરમાં પોણાની પ્લેટ નાખી ગામનું પાણી બંધ કરવાનું કારસ્તાન પકડાયું
ભુજ – કચ્છ, 27 જુલાઇ (હિ.સ.) રવાપર ગામને પાણી ન મળવા પાછળ કાવતરું પકડી પડાયું હતું. રવાપર ગામને ખીરસરા (નેત્રા) સમ્પમાંથી 400ની લાઈનમાંથી નર્મદાનું પાણી પૂરું પડાય છે, જેમાં છેલ્લા 15 દિવસથી પાણીકાપ થતાં વારંવાર તંત્રને જાણ કરવા છતાંય કોઈ નક્કર પગલા
રવાપરમાં પ્લેટના લીધે પાણી ન મળતું હોવાનું પકડાયું


ભુજ – કચ્છ, 27 જુલાઇ (હિ.સ.) રવાપર ગામને પાણી ન મળવા પાછળ કાવતરું પકડી પડાયું હતું. રવાપર ગામને ખીરસરા (નેત્રા) સમ્પમાંથી 400ની લાઈનમાંથી નર્મદાનું પાણી પૂરું પડાય છે, જેમાં છેલ્લા 15 દિવસથી પાણીકાપ થતાં વારંવાર તંત્રને જાણ કરવા છતાંય કોઈ નક્કર પગલાં ન ભરાતાં ગાંધી ચીંધ્યા માર્ગની જાહેરાતથી ગ્રામજનોને પુરવઠો ન મળતાં મુખ્ય વિલવાલ પાસે મુખ્ય કનેકશનમાં માત્ર પોણાની પ્લેટ નાખી ગામનું પાણી બંધ કરવાનું કારસ્તાન પકડી પડાયું છે.

પ્લેટનો કબજો લઇને ગ્રામ પંચાયતને સોંપાયો

તા.પં. પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલ, પૂર્વ ઉપસરપંચ મહેશભાઈ વાસાણી, ગ્રા.પં. સભ્ય અબ્દુલભાઈ ચાકી, કિરીટભાઈ સોની, મામદભાઈ પિંજારા, પાણીના લાઈનમેન હરિઓમ, વિતરક પ્રકાશભાઈ જોષીએ રૂબરૂ મેઈન લાઈન ખોલી પકડી પાડયું હતું અને પ્લેટનો કબજો ગ્રા.પં. ખાતે રખાયો હતો. આ બાબતે તંત્રના પરબતભાઈ તેમજ ના. કાર્યપાલક ઈજનેર ચૌધરીને ગુનો દાખલ કરવા માંગ કરાઈ હતી. આ પ્લેટનાં પગલે પાણીનું દબાણ થવાથી નાગવીરી ખાતે આઠ જેટલી જગ્યાએ ગાબડાં પડતાં ફરી 10 ગામનું પાણી પણ બંધ થઈ ગયું હતું.

ઘટનાની ગંભીરતા ધ્યાને લઇને કાર્યવાહી જરૂરી

ગામના તમામ વિસ્તારમાં વ્યાપક પાણીની મુશ્કેલી થતાં આ અંગે તમામ આવકની લાઈનની તપાસ કરાવતાં મુખ્ય ચારની લાઈનમાંથી માત્ર પોણાની પ્લેટ થતાં રવાપરનું પાણી બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે આ બાબતે સંબંધિત તંત્ર અને પદાધિકારી આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો દાખલ કરાવેથી પાણીચોરીનો પર્દાફાશ અને કાવતરું કરનારને ખુલ્લો પાડી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande