ભુજ પાસેના નાડાપામાં માલધારીનો નદીમાં પગ લપસતાં મૃત્યુ થયું
ભુજ– કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ભુજ તાલુકાના નાડાપામાં નદીમાં ગામના માલધારી એવા 45 વર્ષીય આધેડ બેચરાભાઈ લખમીરભાઈ રબારીનું ચીકણી માટીમાં પગ લપસતાં નદીનાં ઊંડાં પાણીમાં ગરક થઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. અંજારમાં અજાણ્યાં વાહનની હડફેટે ચડેલા 45 વર્
નાડાપામાં પગ લપસી જતાં મોત


ભુજ– કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ભુજ તાલુકાના નાડાપામાં નદીમાં ગામના માલધારી એવા 45 વર્ષીય આધેડ બેચરાભાઈ લખમીરભાઈ રબારીનું ચીકણી માટીમાં પગ લપસતાં નદીનાં ઊંડાં પાણીમાં ગરક થઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. અંજારમાં અજાણ્યાં વાહનની હડફેટે ચડેલા 45 વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતું.

ચીકણી માટીમાં પગ લપસી ગયો નાડાપાના કરુણ બનાવ અંગે પદ્ધર પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ નાડાપાના બેચરાભાઈ તેમના દીકરા, મોટાભાઈ તથા ભત્રીજા સાથે ઘેટાં-બકરાં ચરાવા ગયા હતા અને બપોરે 11 વાગ્યા આસપાસ ગામની નદીની કોતરોમાં ઘેટાં-બકરાંને નવડાવી બેચરાભાઈ પોતાના હાથ-પગ ધોવા જતાં નદી કિનારે ચીકણી માટીમાં તેનો પગ લપસી જતાં તેનદીનાં ઊંડાં પાણીમાં અકસ્માતે પડી ગયા હતા. બેચરાભાઈ પાણીમાં પડતા સાથે પરિજનો બેબાકળા બની ગયા હતા અને મદદ માગી હતી. ભુજની

ફાયર ટીમ ધસી ગઇ

ભુજની ફાયર ટીમને કોલ આવતાં ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને વોટર રેસ્ક્યૂનાં સાધનોની મદદથી ડૂબેલા બેચરાભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બીજી તરફ દેવળિયા નાકા પાસે ગત તા. 12/7ના 12.30 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને 45 વર્ષીય પુરુષને ટક્કર મારી હતી, જેમાં અજાણ્યા પુરુષને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા. અહીં ચાલુ સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande