વિશ્વકક્ષાનું પિકનિક પોઈન્ટ બનતું મહેસાણાનો ધરોઇ ડેમ
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) : ધરોઇ ડેમને હવે એક પ્રીમિયમ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કાના વિકાસ અંતર્ગત ડેમના પાછળના ઝોન-5ના કામમાં અંદાજે 80%થી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અહીં હવે વાહનો માટે પાર્કિંગ, ઇ-બસ સ્ટેશન જેવી
વિશ્વકક્ષાનું પિકનિક પોઈન્ટ બનતું મહેસાણા નો ધરોઇ ડેમ


મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) : ધરોઇ ડેમને હવે એક પ્રીમિયમ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કાના વિકાસ અંતર્ગત ડેમના પાછળના ઝોન-5ના કામમાં અંદાજે 80%થી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અહીં હવે વાહનો માટે પાર્કિંગ, ઇ-બસ સ્ટેશન જેવી સુવિધાઓ પણ તૈયાર થઈ ગઈ છે.

પ્રવાસીઓ અહીં પિકનિકનો આનંદ માણી શકે એ રીતે આધુનિક અને કુદરતી માહોલ વચ્ચેનો સંગમ રચાયો છે. કેફે બિલ્ડિંગ, જંગલ જેવી અનુભૂતિ કરાવતો ફોરેસ્ટ ટ્રેલ, હોટ-એર બલૂન અને વોટર સ્પોર્ટ્સ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ડેમની જળસપાટી નજીકનો પાથ-વે અને અહીંનો સૂર્યાસ્ત, દરિયાકાંઠાની પિકનિકનો અહેસાસ કરાવે એવા અદભૂત નજારા પૂરાં પાડે છે.

મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઇ ડેમના આ નવીન વિકાસ કાર્યોને કારણે અહીં પ્રવાસીઓ માટે એક નવી ઉર્જા અને અનોખો અનુભવ ઉપલબ્ધ બનશે, જે સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન વિકાસમાં સહાયક બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande