કચ્છની નવી ઓળખ બનશે ચિત્તા, આફ્રિકાથી આવતા મહિને આવશે 10 ચિત્તા
ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : સામાન્ય રીતે કચ્છ એટલે પછાત, નપાણીયો, આફતવાળો પ્રદેશ. જોકે હવે ઓળખ બદલાઈ રહી છે. ગુજરાતનો ચેરાપુંજી વિસ્તાર હવે કચ્છ બની ગયો છે, ઉદ્યોગીકરણનું ગ્રોથ એન્જીન કચ્છ છે. અને હવે તો બન્નીની ભેંસ સાથે બન્નીના ચિત્તાના પ્રદેશની
ચિત્તો AI તસવીર


ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : સામાન્ય રીતે કચ્છ એટલે પછાત, નપાણીયો, આફતવાળો પ્રદેશ. જોકે હવે ઓળખ બદલાઈ રહી છે. ગુજરાતનો ચેરાપુંજી વિસ્તાર હવે કચ્છ બની ગયો છે, ઉદ્યોગીકરણનું ગ્રોથ એન્જીન કચ્છ છે. અને હવે તો બન્નીની ભેંસ સાથે બન્નીના ચિત્તાના પ્રદેશની ઓળખ મેળવવા જઈ રહ્યો છે. હા, આવતા મહિને કચ્છમાં આફ્રિકાથી 8થી 10 નર માદા ચિત્તા લાવવામાં આવશે તેવા અહેવાલ સાંપડ્યા છે.

10 કિ. મી. ખુલ્લો વસવાટ વિસ્તાર

વિશ્વાસનીય સૂત્રો અને વન મંત્રી મુળુભાઈ બેરાના નિવેદન મુજબ કચ્છના બન્નીમાં આવનારા ચિત્તાઓ માટે બન્નીના ઘાસિયા મેદાનમાં 600 હેક્ટરનું રહેઠાણ બની રહ્યું છે. જેની 85% કામગીરી પુરી થઇ ચુકી છે.ચિત્તા બ્રિડિંગ સેન્ટરમાં 10 કિલોમોટરના ખુલ્લા વિસ્તારમાં કામગીરી ચાલુ છે.

78 વર્ષ બાદ ચિત્તા આવશે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કની જેમ કચ્છમાં આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવશે. 78 વર્ષ બાદ ગુજરાતમાં ચિત્તા પગ મૂકશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયની ટીમ અને વાઇલ્ડ લાઇફ એક્સપર્ટે લાંબા અભ્યાસ બાદ બન્ની વિસ્તારની પસંદગી કરી હતી. બન્ની પસંદ થતાં સ્થાનિક લોકોમાં 'બિગડી તોય બન્ની' એ કહેવત યાદ આવી ગઈ છે.

બન્ની બ્રાન્ડ ઘાસ ફરી ઉગવા લાગ્યુ

2024ના એપ્રિલ મહિનાથી ઘાસીયામેદાનમાં આ પ્રોજેક્ટ માટે કામગારી ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સારા ચોમાસાના લીધે હવે બન્ની બ્રાન્ડ ઘાસ ફરીથી ઉગી રહ્યું છે, જેમાં જિંજવો, ધ્રબલ વગેરેનો સમાવેશ થાય છે. જે સ્થાનિક પશુપાલન માટે ઉપયોગી છે. ચિત્તાઓના ઘર કે ટહેલવા વિસ્તારની અત્યારસુધીમાં 80 ટકા કામગીરી પુરી થઇ છે.

ચિત્તા બ્રિડિંગ સેન્ટર માટે 14.70 કરોડની ગ્રાન્ટ

પ્રોજેક્ટનું કામ સંભાળી રહેલા વરિષ્ઠ વન અધિકારી ડૉ.સંદીપકુમારે માધ્યમોને આપેલી વિગતો મુજબ, ગુજરાત ઉપરાંત ભારત સરકારે પણ આ પ્રોજેક્ટમાં આર્થિક તેમજસંશાધનની રીતે મદદ કરી છે. કેન્દ્ર સરકારે ચિત્તા બ્રિડિંગ સેન્ટર બનાવવા માટે અત્યાર સુધીમાં 14.70 કોડની ગ્રાન્ટ ફાળવી છે.

આ પ્રકારની સુવિધાઓ થશે

આ ફંડમાંથી હેબિટાટ સુધારણા, કોરન્ટાઇન બૉમા, ઓફિસ અને મોનિટરિંગ રૂમ, વેટરનરી હોસ્પિટલ, સ્ટાફરૂમ, શેડ, એન્ટ્રી ગેટ, પાણીની પાઈપલાઈન, તૃણાહારી બ્રિડિંગ સેન્ટર અનેઓહગ્રીડ સોલાર સિસ્ટમ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

છ મહિનાથી પ્રિ-બેઝ પર ધ્યાન કેન્દ્રીત

આ પ્રોજેક્ટ માટે હેબિટાટ ઇમ્પ્રુવમેન્ટ, ક્વોરન્ટાઇન સેન્ટર, બોમાં, સોફ્ટ રિલીઝ બોમાં, ચાલેન્ડ ડેવલપમેન્ટ, પાણીની વ્યવસ્થા અને હોસ્પિટલ સહિતની 80%કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી પ્રિ-બેઝ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં સફળ પરિણામો મળ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA

 rajesh pande