ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 8 સ્કુલ વાહનોને દંડ.
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સ્કુલ વાહનોમાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ પુરવામાં આવે છે ત્યારે આર.ટી.ઓ.ના નિયમનું પાલન નહી કરનારા 8 જેટલા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાએ કાર્યવાહી કરી હતી.પોરબદર જીલ્લા
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 8 સ્કુલ વાહનોને દંડ.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સ્કુલ વાહનોમાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ પુરવામાં આવે છે ત્યારે આર.ટી.ઓ.ના નિયમનું પાલન નહી કરનારા 8 જેટલા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાએ કાર્યવાહી કરી હતી.પોરબદર જીલ્લાની સ્કુલોમાં ચાલતા વાહનોનું ચેકિંગ હાથ ધરી દસ્તાવજો તથા વાહનોમાં ખામીઓ જણાય આવે તો તેવા વાહનો વિરૂદ્ધ કાયદાકીય પગલાં લેવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. કે.બી. ચૌહાણને સુચના આપેલ હોય જે સુચના અનુસાર છેલ્લા બે દિવસમાં ગોઢાણીયા કોલેજ તથા સિગ્મા સ્કુલમાં ચાલતા સ્કુલ વાહનોનું ચેકિંગ હાથ ધરેલ જેમાં વાહનો તથા વાહનોના દસ્તાવેજો ચેક કરતા ખામીઓ જણાય આવતા 8 વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરી આર.ટી.ઓ.તથા સ્થળ દંડ રૂ.13,000 વસુલ કરવામાં આવેલ હતો. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી કાયમી સ્કુલ વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande