અડવાણા ગામે 108ની ટીમે મહિલાને 108 વાનમાં પ્રસુતિ કરાવી.
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)આધુનિક જીવનશૈલી ફાસ્ટયુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબ્ધ થતી હોય છે.જેમાની એક સેવા 108 ને માનવામાં આવે છે.108 ની ટીમ દ્વારા ગમે તે સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે.એક પ્રસુતાને પા
અડવાણા ગામે 108ની ટીમે મહિલાને 108 વાનમાં પ્રસુતિ કરાવી.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)આધુનિક જીવનશૈલી ફાસ્ટયુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબ્ધ થતી હોય છે.જેમાની એક સેવા 108 ને માનવામાં આવે છે.108 ની ટીમ દ્વારા ગમે તે સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે.એક પ્રસુતાને પારાવાડા ગામમાં રહેતા મહિલા બીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108 માના ઈ.એમ.ટી. અમીનભાઈ દલ અને પાયલોટ રામભાઇ કારાવદરાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો.મહેશના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખુબ

વધુ પીડા ઉપડી હોવાથી 108 માં જ ડીલેવરી કરાવી હતી અને દીકરાનો જન્મ થયો હતો.

એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ અડવાણા વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા.108 ની સેવા એ આધુનિક સમયમાં મહત્વની સાબિત થઇ રહી છે દીકરાનો જન્મ થતા ઈ.એમ.ટી. અમીનભાઈ દલ પાઇલોટ રામભાઇ કારાવદરા અને અડવાણા 108 ટીમને બિરદાવ્યા હતા આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લાના એ કિઝકયુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande