પીયૂષ ગોયલે અમેરિકી ટેરિફ પર કહ્યું - રાષ્ટ્રીય હિત સર્વોપરી છે, અસરોનું મૂલ્યાંકન ચાલુ છે
નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે સંસદને ભારતીય આયાત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર સરકારના વલણથી વાકેફ કર્યા. તેમણે કહ્યું કે, ભારત સરકાર તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને આગળ વધારવા માટે તમ
રાજ્યસભા માં માહિતી આપતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ


નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે સંસદને ભારતીય આયાત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર સરકારના વલણથી વાકેફ કર્યા. તેમણે કહ્યું કે, ભારત સરકાર તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને આગળ વધારવા માટે તમામ પગલાં લેશે. હાલમાં, સરકાર ટેરિફની અસરોનું મૂલ્યાંકન કરી રહી છે.

લોકસભામાં બે વાર મુલતવી રાખ્યા પછી સાંજે 4 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ ત્યારે, કેન્દ્રીય મંત્રીએ સૌપ્રથમ લોકસભામાં નિવેદન આપ્યું. આ પછી, તેમણે રાજ્યસભાને પરિસ્થિતિથી વાકેફ કર્યા. પોતાના નિવેદનમાં, મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર 1 ઓગસ્ટથી લાગુ થનારા ટેરિફ અંગે નિકાસ અને ઉદ્યોગ સંબંધિત હિસ્સેદારો સાથે વાતચીત કરી રહી છે. અમે તેની અસરોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

ગોયલે કહ્યું, ભારત સરકાર માટે, ખેડૂતો, કામદારો, ઉદ્યોગો, નિકાસકારો, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારોના કલ્યાણનું રક્ષણ અને પ્રોત્સાહન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકાર તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ અને આગળ વધારવા માટે તમામ પગલાં લેશે.

પિયુષ ગોયલે તેમના નિવેદનમાં અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર કરાર વાટાઘાટો સંબંધિત વિકાસ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, 5 એપ્રિલથી 10 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગઈકાલે 26 ટકા ટેરિફની જાહેરાત કરી છે.

ગોયલે કહ્યું કે, આ વર્ષે માર્ચથી, સરકાર અમેરિકા સાથે વાજબી, સંતુલિત અને પરસ્પર ફાયદાકારક વેપાર કરાર (બીટીએ) પર વાટાઘાટો કરી રહી છે. તેનું લક્ષ્ય ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનું હતું.

પીયુષ ગોયલે આ સમય દરમિયાન ભારતની વૈશ્વિક સ્થિતિ પર ભાર મૂક્યો અને કહ્યું કે, હાલમાં ભારત વૈશ્વિક વિકાસમાં 16 ટકા યોગદાન આપી રહ્યું છે. છેલ્લા 11 વર્ષમાં ભારતની નિકાસમાં વધારો થયો છે. અમે યુએઈ, યુકે અને ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

તેમણે કહ્યું કે, હાલમાં આર્થિક દૃષ્ટિકોણથી વિશ્વમાં સંરક્ષણવાદી નીતિઓ ચાલુ છે. આવી સ્થિતિમાં, આપણે આત્મનિર્ભરતા તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યા છીએ. ભારત સરકાર કૃષિ કલ્યાણ, ખાદ્ય સુરક્ષા અને ઉદ્યોગની વ્યાપક સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહી છે. અમે વિકસિત ભારત માટે સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ યાત્રા ચાલુ રાખીશું.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande