ભાવનગર 31 જુલાઈ (હિ.સ.) ભાવનગર ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રેલવે સ્ટેડિયમ ભાવનગર પરામાં રેલવે કર્મચારીઓના લાભાર્થે તાજેતરમાં જ જીમનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં નવીનતમ જીમ સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ એસોસિએશનના સેક્રેટરી મોહિત પંચાલના અથાક પ્રયાસો અને ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના નિર્દેશોના ક્રમમાં રેલવે કર્મચારીઓને આ સુવિધા મળી છે.
આ જીમનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માની ગૌરવપૂર્ણ હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, સ્પોર્ટ્સ એસોસિએશનના સેક્રેટરી મોહિત પંચાલ, સિનિયર ડીએફએમએ આભાર વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ