કોડીનારના પણાદરમાં સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૬૦થી વધુ સગર્ભા મહિલાઓને માતૃત્વ અંગે માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ 31 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત કોડીનાર તાલુકાના પણાદર પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.શ્વે
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નાં


ગીર સોમનાથ 31 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત કોડીનાર તાલુકાના પણાદર પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.શ્વેતા દ્વારા સગર્ભા મહિલાઓની જરૂરી તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં મૂળદ્વારકા, પણાદર, છારા, કડોદરા, દામલી સહિતના ગામોમાંથી ૬૨ જેટલી સગર્ભા મહિલાઓને સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસો, નિયમિત ચેકઅપ સાથે જ જરૂરી દવાઓ સાથે માતૃત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સગર્ભાવસ્થાની યોગ્ય સંભાળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવાનો છે. પણાદર પી.એચ.સી.ની ટીમે ડો.શ્વેતાના મળેલા સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સાથે જ ૧૦૮ ટીમ, ખીલખીલાહટની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આ કેમ્પમાં ડૉ.પ્રતીક્ષા ઝાલા અને ડૉ.મયુરી ગોહેલ તથા તમામ સ્ટાફ અને આશા બહેનો સહભાગી થયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande