નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ ગુરુવારે
જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ અને
સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આઇએમડીના ડિરેક્ટર જનરલ
મૃત્યુંજય મહાપાત્રાએ, એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,” ઓગસ્ટમાં
દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે, પરંતુ ઉત્તરપૂર્વ
અને નજીકના પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડી શકે છે.”
તેમણે કહ્યું, સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ
પડવાની શક્યતા છે. એકંદરે,
જૂન-સપ્ટેમ્બરના
ચોમાસાના બીજા ભાગમાં દેશભરમાં સરેરાશ કરતાં વધુ એટલે કે 1૦6 ટકા વરસાદ પડવાની
શક્યતા છે. આ અંદાજ 422.8 મીમીના લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) પર આધારિત છે.'' મહાપાત્રએ
જણાવ્યું હતું કે,” જૂનથી જુલાઈ સુધીમાં છ ટકા વધુ વરસાદ પડ્યો છે.”
દેશમાં 1 જૂનથી 31 જુલાઈ સુધીમાં 474.3 મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય 445.8 મીમી વરસાદની સરખામણીમાં છ ટકા વધુ છે. દેશમાં 624 ખૂબ ભારે વરસાદ અને 76 અત્યંત ભારે વરસાદની ઘટનાઓ નોંધાઈ છે. જે છેલ્લા પાંચ
વર્ષમાં સૌથી ઓછો આંકડો છે. ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે.
આ સતત પાંચમું વર્ષ છે. છેલ્લા ૩૦ વર્ષમાં, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા
મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ