જયપુર મેયર સોમ્યા ગુર્જર ત્રણ દિવસ સુરતની મુલાકાતે, સ્વચ્છતાથી પ્રભાવિત થઈને સરાહના વ્યક્ત કરી
સુરત, 31 જુલાઈ (હિ.સ.)- જયપુરના મેયર સોમ્યા ગુર્જર ત્રણ દિવસીય મુલાકાતે સુરત આવ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પંડિત દિનદયાલ ભવનની મુલાકાત લીધી હતી અને પત્રકારો સાથે સંવાદ પણ કર્યો હતો. સોમ્યા ગુર્જરે સુરત મહાનગરપાલ
Surat


સુરત, 31 જુલાઈ (હિ.સ.)- જયપુરના મેયર સોમ્યા ગુર્જર ત્રણ દિવસીય મુલાકાતે સુરત આવ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પંડિત દિનદયાલ ભવનની મુલાકાત લીધી હતી અને પત્રકારો સાથે સંવાદ પણ કર્યો હતો.

સોમ્યા ગુર્જરે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની ખૂબજ પ્રશંસા કરી હતી. ખાસ કરીને સ્વચ્છતા મામલે સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવનાર સુરત માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ સુરત મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટને અભિનંદન આપી જણાવ્યું કે આવો પ્રોજેક્ટ તેઓ જયપુરમાં પણ અમલમાં લાવવા ઇચ્છે છે. મેયરે સુરતના પાણીની ગુણવત્તાની પણ પ્રશંસા કરી હતી અને સુરત તથા જયપુર વચ્ચે ટેકનોલોજી અદલબદલ અંગે પણ ચર્ચા કરી હતી. સુરતની ખમણી, લોચો જેવી સ્થાનિક વાનગીઓની વિશેષ યાદ કરતાં તેમણે ઉમેર્યું હતું કે સુરતનો સ્વાદ તેઓ જયપુર સુધી લઈ જઈ રહ્યા છે.

આ પ્રસંગે સુરત મહાનગર અધ્યક્ષ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી અને ભાજપના મહામંત્રી કિશોરભાઈ બિન્દલ તથા કાળુભાઈ ભીમનાથ પણ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande