અંબાજી,06જુલાઈ
(હિ. સ)ગુજરાત સરકાર અને EMRI
GHS દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા ૧૦૮
એ ગુજરાત ભરમાં મોખરે છે અને ઘણી જ અનમોલ જિંદગીઓ બચાવી છે.
તેવો જ એક કિસ્સો
ઈકબાલગઢ 108 ની ટીમને
સાપ કરડવાનો કોલ મળતા કોલ મળતાની સાથે જ 108 ટીમના ઈએમટી ધવલભાઈ અને પાઈલોટ ગિરિશભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
અને ઘટના સ્થળે પહોંચી દર્દીને તપાસતા એવું જાણવા મળ્યું હતું કે, દર્દી અમીરગઢ
સરકારી હોસ્પિટલમાંથી પાલનપુર પ્રાઈવેટ ગાડીમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં તેમની
ગાડી બગડતા અને દર્દીની તબિયત વધારે બગડતા 108 માં કોલ કર્યો હતો.
તાત્કાલિક દર્દીને 108
એમ્બ્યુલન્સમાં લઈ તપાસતા
દર્દીની તબિયત વધારે ખરાબ હતી ત્યાં એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર દર્દીની
સંપૂર્ણ માહિતી હેડ ઓફિસ અમદાવાદ સ્થગિત રહેલ ડો. ને સંપૂર્ણ માહિતી આપી અને તેમની
સલાહ મુજબ 108 એમ્બ્યુલન્સમાં
રહેલા ASV ( એન્ટી
સ્નેક વિનમ ) ઈન્જેક્શન તથા જરૂરી સાધનો વડે સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુર
સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ