પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે હાથ ધરાઈ ઝુંબેશ
પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : આત્મા પ્રોજેકટ પોરબંદર અને NMNF અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ઝુબેશ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે ત્રણ ગામોના ક્લસ્ટરમાં કૃષિ સખી અને
પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે હાથ ધરાઈ ઝુંબેશ.


પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે હાથ ધરાઈ ઝુંબેશ.


પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : આત્મા પ્રોજેકટ પોરબંદર અને NMNF અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ઝુબેશ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે ત્રણ ગામોના ક્લસ્ટરમાં કૃષિ સખી અને સી.આર.પીની નિમણુક કરવામા આવી છે. અને કૃષિ સખી અને સી.આર.પીની પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી હતી.ત્યારબાદ કૃષિ સખી અને સી.આર.પી ઉત્સાહ પૂર્વક પોતાના ક્લસ્ટર ગામોમાં પ્રાકૃતિક કૃષિની સમજણ અને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે વિસ્તૃત માહિતી આપી રહ્યા છે અને આત્મા પ્રોજેકટના ગોસ્વામી ભરત અને તાલુકા સંયોજક દેવાભાઈ ખૂંટી સહિતના આત્મા વિભાગના દ્વારા કૃષિ સખી અને સી.આર.પી સાથે મળીને પોરબંદર જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande