દાંતામાં પ્રાથમિક શાળા નંબર 2 માં, જવાના મુખ્ય માર્ગ ગંદકી થી ખદબદી રહ્યું છે
અંબાજી,06જુલાઈ (હિ. સ) હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે દાંતામાં અનેક વિસ્તારો પડેલા પાણી થી ખાડા ભરાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં દાંતાની હડાદ રોડ ઉપર ટેઝરી ઓફિસની સામે રસુલપૂર જવાના રોડ ઉપર મુખ્ય હાઇવે મા
Danta na shala aagal j gandki


અંબાજી,06જુલાઈ

(હિ. સ) હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે

દાંતામાં અનેક વિસ્તારો પડેલા પાણી થી ખાડા ભરાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં

દાંતાની હડાદ રોડ ઉપર ટેઝરી ઓફિસની સામે રસુલપૂર જવાના રોડ ઉપર

મુખ્ય હાઇવે માર્ગ નજીક સરકારી પ્રાથમિક શાળા નંબર 2 આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં

વિદ્યાર્થીઓ અભ્યાસ લઇ રહ્યા છે ને બાજુમાં બાલમંદિર પણ આવેલું છે, ત્યારે આ

શાળામાં જવાના માર્ગ પર લાંબા સમયથી પાણીના ખાડા ભરેલા હોવાથી તેમજ વરસાદી પાણીના

કારણે કીચડ થઇ જતા ભારે ગંદકી જોવા મળી રહી છે અને આ ગંદકી અને ભરેલા પાણીના કારણે,

મચ્છરોનો ઉપદ્રવ પણ થઇ શકે છે ને બાળકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ શકે છે ત્યારે

દાંતા ગામ તાલુકા મથક હોવા છતાં અનેક સરકારી તંત્રની ઓફિસો આવેલી છે તેવામાં

તાલુકા માથેક જ પ્રાથમિક શાળા જતા માર્ગ પર આવી પરિસ્થિતિ આગળ, આંખ આડા કાન તંત્ર

કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને વાલીઓ માં પણ માંગ ઉઠી રહી છે કે

બાળકોમાં કોઈ રોગચાળો ફેલાય તે પૂર્વે આ ગંદકી દૂર કરવા તેમજ શાળાએ જતા માર્ગને

સ્વચ્છ કરવા માંગ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande