પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી.ટાઢાંણીના માર્ગદર્શન હેઠળ પોરબંદરની જનરલ નર્સિગ સ્કુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -2013” અંતર્ગત કાયદાકિય જાગૃતિ સેમિનાર દ્વારા વિદ્યાર્થીનીઓને વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.મહિલા પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ. કે. એમ. સૈયદ દ્વારા વિદ્યાર્થિનીઓને નવા કાયદા અને તેમના કાયદાકીય અધિકારો વિશે જાગૃત કરતા ઘરેલું હિંસા, જાતીય સતામણી, દહેજ પ્રતિબંધ તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સંબંધિત કાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી. કાયદા નિષ્ણાત એડવોકેટ યોગેશભાઇ નનેરા દ્વારા “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -2013” કાયદા અને તેની જોગવાઈ વિશે વિસ્તૃત માહિતી PPT દ્વારા આપવામાં આવી હતી.
સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનાં ડિસ્ટ્રિક્ટ મિશનના કો-ઓર્ડીનેટર સંધ્યાબેન જોષી દ્વારા ઉપસ્થીત તમામ બહેનોને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની મહિલાલક્ષી યોજનાઓ જેવી કે “વ્હાલી દીકરી યોજના”, “બેટી બચાવો બેટી પઢાવો” તેમજ “મહિલા સ્વાવલંબન યોજના” વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ જેંડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે દ્વારા સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પવર્મેંટ ઓફ વુમનની સેવાઓ વિશે વિસ્તુત મહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં PBSCના કાઉન્સેલર તેજલબેન રાજાણી દ્વારા સેન્ટરની કામગીરી, “સખી વન સ્ટોપ સેન્ટર” પર બહેનોને મળતી સહાય તેમજ સેન્ટરની કામગીરી વિશે PPT દ્વારા માહિતી આપવામા આવી હતી, વધુમાં કામકાજના સ્થળે જાતિય સતામણી વિશે જાગૃતિ લાવવા શોર્ટ ફિલ્મ પ્રતિકાર” વિદ્યાર્થિનીઓને બતાવાવામાં આવી હતી. અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીની બહેનોના વિવિધ પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકનો DHEW, PBSC અને OSCનો સ્ટાફ, નર્સિંગ સ્કૂલનો સ્ટાફ તેમજ જનરલ નર્સિંગ સ્કુલની વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya