અમરેલી , 6 જુલાઈ (હિ.સ.) : અમરેલીના જાફરાબાદ તાલુકાના ટીંબી નેશનલ હાઈવે પર આજે એક અનોખો દ્રશ્ય જોવા મળ્યો, જ્યારે 12 સિંહોનો ટોળો હાઈવે ક્રોસ કરતા નજરે પડ્યો. જેમાં 4 સિંહણ અને લગભગ 8 સિંહબાળનો સમાવેશ થયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આ ઘટનાથી વાહનચાલકો થંભી ગયા હતા અને ટ્રાફિક થોભી ગયો હતો. સાથોસાથ વનવિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે કારણ કે રોડ પર સિંહોની સતત આબોહવા ભારે અકસ્માતોની ભીતિ ઊભી કરે છે. સ્થાનિકો અને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી છે અને વનવિભાગ પાસેથી યોગ્ય પગલાંની માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek