સુરત, 6 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરમાં મહારાષ્ટ્રથી આવેલ મહેશ્વરી સમાજના લોકો માટે પ્રથમ વખત મહારાષ્ટ્ર મહેશ્વરી પરિવાર નામે સામૂહિક સંગઠન રચાયું છે. 5 જુલાઈ, 2025ના રોજ વેસુ ખાતે આવેલ નીઑન બેન્ક્વેટ હોલમાં આ સંગઠનનો પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 200થી વધુ સમાજજનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પહેલના મુખ્ય પ્રેરણાસ્ત્રોત ગોવિંદ મૂંદડા રહ્યા છે. માત્ર 10 દિવસ અગાઉ આ વિચાર ઊભો થયો હતો અને આજે 325થી વધુ સભ્યો સાથે આ જૂથ સક્રિય થઈ ચૂક્યું છે.
આ સંગઠનના મુખ્ય હેતુઓમાં સમાજને સંગઠિત કરવો, નવી પેઢીને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવી, પારિવારિક સહયોગ વધારવો અને લગ્નલાયક યુવાઓ માટે માહિતી આપતી વ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવી છે.
આયોજન સમિતિના સભ્યો:
ગોવિંદ મૂંદડા, સુનિતા મૂંદડા, પુનમ માલપાણી, સોનાલી માલપાણી, કવિશ મારૂ, ભારતી મારૂ, ગણેશ લાહોટી, નિશા લાહોટી, અતુલ લાહોટી, કિરણ લાહોટી અને દીપક માલાની.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે