ગીરસોમનાથના લોઢવા ગામે, રામભાઇ તથા હિરાભાઇ સરપંચની અનોખી પહેલ...
ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના લોઢવા ગામના રામભાઇ વાઢેર તથા હિરાભાઇ સરપંચ દ્રારા છેલ્લા 15 વર્ષ થી વધુ પોતાના ગામમા જન્માષ્ટમીના તહેવાર નિમીતે જરુરીયાતમંદ દરેક પરીવારોને વિનામુલ્ય 1700 થી વધુ પરીવારીને, ફરસાણ તથા મીઠાઇનુ વિનામુલ્ય વિતરણ ક
સરપંચ ની અનોખી પહેલ...


ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના લોઢવા ગામના રામભાઇ વાઢેર તથા હિરાભાઇ સરપંચ દ્રારા છેલ્લા 15 વર્ષ થી વધુ પોતાના ગામમા જન્માષ્ટમીના તહેવાર નિમીતે જરુરીયાતમંદ દરેક પરીવારોને વિનામુલ્ય 1700 થી વધુ પરીવારીને, ફરસાણ તથા મીઠાઇનુ વિનામુલ્ય વિતરણ કરવામાં આવ્યું છે.

ફરસાણ અને મીઠાઇનુ પરંપરા આજે પણ ચાલુ રાખવામા આવી છે .સમગ્ર ગુજરાત મા સરપંચ માટે દાખલો બેસાડે તેવો કિસ્સો ગીરસોમનાથ ના લોઢવા ગામે જોવા મળ્યો છે .સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એજ કહેવાય કે જે પહેલા પ્રજાનુ હીત જોવે .ત્યારે છેલ્લા 15 વર્ષ થી પણ વધુ સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરાભાઇ વાઢેર જે હાલના પણ સરપંચ છે તેમના અને રામભાઇ દ્રારા તેમના ગામ લોઢવામા કોઇપણ પરીવાર જન્માષ્ટમીના તહેવારમા ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરીવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઇપણ જાતીના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઇનુ વિનામુલ્ય વિતરણ કરવામા આવે છે તેમ આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખ્ખુ ઘી અને તેલમા ફાફડી ગાઠીયા, તીખા ગાઠીયા, ભાવનગરી ગાઠીયા, ચવાણુ, મીઠાઇ સહીતની તમામ વસ્તુઓ બનાવવામા આવી છે અને જેનુ આજરોજ વિતરણ કાયઁક્રમ રખાયો હતો,.

ઝવેરી ભાઈ ઠકરાર, મહેન્દ્ર પીઠીયા,દીલિપસિહ બારડ,જેન્તીભાઇ રાજવીર ઝાલા તથા લોઢવા ગામના આગેવાનો તથા આજુબાજુના ગામોમાં

સહીત અગ્રણીઓ ની ઉપસ્થિત મા વિતરણ કરવામા આવેલ હતુ .

સરપંચ એ ગામનો રાજા કહેવાય છે ત્યારે ગામલોકો દરેક તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે તેમની જરુરીયાત પુરી પાડવી તેમની ફરજ છે જેથી જ્યારથી સરપંચની કમાન લોઢવા ગામમા સંભાળી ત્યારથી દર વર્ષ જન્માષ્ટમીના તહેવાર નિમીતે ફરસાણ તેમજ મીઠાઇ વિનામુલ્ય વિતરણ કરવામા આવે છે જે આ વર્ષે અંદાજીત 6 હજાર.કીલો જેટલુ ફરસાણ ગામમા વિતરણ કરાયુ છે ત્યારે દરેક સરપંચ જો પોતાના વિસ્તાર મા આવુ કાયઁ કરે તેવી પણ એક અપીલ કરી હતી . લોઢવા ગામમા રામભાઇ વાઢેર તથા સરપંચ હીરાભાઇ વાઢેર ની આગેવાનીમા ગામના 200 થી વધુ યુવાનો છેલ્લા 8 દિવસથી ફરસાણ તેમજ મીઠાઇ બનાવવાની કામગીરી ,પેકીંગ કામગીરી બાદ હવે વિતરણની કામગીરીમા જોડાયા છે .સતા એ સેવાનુ સાધન છે અને સેવાથી જ સતાનુ સોપાન પ્રાપ્ત થાય છે જે આજે પરીણામ લોઢવામા જોવા મળી રહ્યુ છે .

સામાન્ય રીતે જનતા તાવડા નહી નફો કે નહી નુકસાન દ્રારા દરેક જગ્યાઓ પર ચાલતા હોય છે પરંતુ લોઢવા ગામે તો શુધ્ધ ઘી , તેલ ,બેસન સારી ગુણવત્તાની સહીત તમામ સારી વસ્તુઓ માથી ફરસાણ તેમજ મીઠાઇ બનાવવામા આવે છે અને તેનુ વિતરણ પણ ઘરઘર સુધી કરવામા આવે છે જે ખૂબજ સરાહનીય કામગીરી છે .સામાન્ય રીતે રુપીયાનો ઓડકાર ન આવે પણ કોઇ ભૂખ્યાને ભોજન કરાવ્યુ હોય તેનો ઓડકાર જરુર આવે છે તેવુ સરાહનીય કાયઁ લોઢવાના વાઢેર પરીવાર કરી રહ્યા છે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande