ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) ઉના તાલુકાના દેલવાડા ગામે ફ્રી નેત્ર નિદાન કેમ્પમાં દેલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના 70 થી વધારે લોકોએ આંખનું નિદાન કરાવ્યું તેમાં થી 23 થી વધારે લોકોએ મોતિયા નું ઓપરેશન કરવા માટે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ખાતે વિનામૂલ્યે સ્પેશિયલ વાહન દ્વારા મોકલવામાં આવ્યા હતા અને ટીપા.દવા ચશ્મા ઓપરેશન ઓપરેશન તદ્દન વિનામૂલ્ય કરી આપવામાં આવશે ઉપરાંત કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 17 મો નેત્ર નિદાન કેમ યોજવામાં આવ્યો અને આજ સુધી 500 થી પણ વધારે લોકોના મોતિયા તથા વેવ નાઓપરેશન કરી આપવામાં આવ્યા છે.
આ આરોગ્ય લક્ષી સેવા કાર્ય ગરીબ મધ્યવર્ગ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ટ્રસ્ટ ના પ્રમુખ અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે જેવા કે આરોગ્ય લક્ષી શિક્ષણ લક્ષી ભૂખ્યા નેભોજન માટે વૃદ્ધો માટે અંધ અપંગ જેવા કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ