પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના 1036મા સ્થાપના દિવસ નિમિત્તે, ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુદામા ચોક ખાતે ભવ્ય સાંસ્કૃતિક તથા સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની દરેક શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ તેમજ યુવા ભાઈ-બહેનોને યોગ્ય મંચ મળી રહે અને વિકસીત ભારત – વિકસીત ગુજરાત – સાથે વિકસીત પોરબંદરના સંકલ્પને સાકાર કરવા પ્રેરણા મળે તે ઉદ્દેશ્યથી તા. 03-08-2025 થી તા. 08-08-2025 દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી યુવાનોને પ્રમાણપત્રો, રોકડ પુરસ્કાર અને ટ્રોફી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ પ. પૂ. ગો. 108 શ્રી વસંતરાયજી મહારાજશ્રી (શ્રી વલ્લભાચાર્યજીની હવેલી, પોરબંદર), પ. પૂ. ગો. 108 શ્રી જય વલ્લભ લાલજી મહારાજ (ગોવિંદ નિકેતન હવેલી, પોરબંદર) અને ભાનુપ્રકાશ શાસ્ત્રીજી (સ્વામીનારાયણ ગુરુકુળ, પોરબંદર)ની અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે પોરબંદરના કલેક્ટર એસ. ડી. ધાનાણી, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીરવભાઈ દવે સહિત શહેરના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya