ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.): કોડીનાર તાલુકા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા તથા સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતા કે સંગ અભ્યાસ અંતર્ગત કોડીનાર તાલુકાની સગદડ સિમ શાળા પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકાર અને સ્વચ્છતા વિષયક
પર પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત શાળાના બાળકો માટે રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓ એ તિરંગાની મનમોહન રંગોળી બનાવી હતી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રેમ અને સ્વચ્છતાની ભાવના જાગૃત કરવા હેતુસર આયોજિત આ સ્પર્ધામાં બાળકોનો ઉત્સાહક જોઈને આચાર્ય સ્ટાફ પરિવારે તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ