વારસીયા રીંગ રોડ પર કરંટ લાગતા કોન્ટ્રાક્ટ કર્મીનું સ્થળ પર જ મોત
વડોદરા , 11 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા શહેરના હરણી–વારસીયા રીંગ રોડ પર એસ.આર. પેટ્રોલ પંપ પાસે ડીપી બોક્સ નજીક વીજ કરંટ લાગતા વીજ નિગમમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત 30 વર્ષીય સચિન અરવિંદભાઈ પઢીયારનું સ્થળ પર જ કરુણ મોત થયું. ઘટનાથી વિસ્તારમાં શોકનું વાતાવર
electrocuted


વડોદરા , 11 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા શહેરના હરણી–વારસીયા રીંગ રોડ પર એસ.આર. પેટ્રોલ પંપ પાસે ડીપી બોક્સ નજીક વીજ કરંટ લાગતા વીજ નિગમમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત 30 વર્ષીય સચિન અરવિંદભાઈ પઢીયારનું સ્થળ પર જ કરુણ મોત થયું. ઘટનાથી વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

સમા જલારામ મંદિર પાછળ મુખી ફળિયામાં રહેતા સચિનભાઈ વર્ષોથી વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હતા. આજે સવારે ડીપી બોક્સના કામ માટે તેઓ સ્થળે પહોંચ્યા હતા, ત્યારે અચાનક કરંટ લાગતા તેમનું મોત થયું. મૃતક પાછળ માતા–પિતા, પત્ની અને દોઢ વર્ષની બાળકી છે.

ઘટના બાદ સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર અને વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કર્યો, પરંતુ વળતર બાબતે તેઓએ સ્પષ્ટ જવાબ આપવાનો ટાળ્યો. મૃતકને અપાયેલ આઈકાર્ડમાં નોકરી શરૂ કરવાની તારીખ પણ નોંધાયેલી નથી. કોન્ટ્રાક્ટરે ફોન પર જણાવ્યું કે વડોદરા પહોંચવા તેમને ઘણો સમય લાગશે.

સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande