ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) તાલાળાની ઘણેજ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના 600 વધુ વિદ્યાર્થી બાળકો શિક્ષકો હાજર રહ્યા હતા વન વિભાગના શાસણથી પધારેલ પૂનમબેન વાજા દ્વારા છાત્રો નેસિંહ દિવસ વિશે માહિતગાર કરાયા હતા છાત્રો દ્વારા સિંહના મોહરા પહેરી અને રેલીમાં જોડાયા હતા આ રેલી મા છાત્રોના વક્તવ્ય પ્રતિજ્ઞા વાંચન, મુખ્યમંત્રીના લાઈવ પ્રોગ્રામનું નિર્દેશન શહીત ના કાર્યક્રમનો સમાવેશ થયો હતો આચાર્ય દિપક સિંહ ઝાલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ