આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, તાલુકા કક્ષાના રમત ઉત્સવમાં કબડ્ડીમાં વિજેતા બન્યાં
ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) તાલુકા કક્ષાના રમત ઉત્સવને લઇને જિલ્લાની વિવિધ શાળાઓમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કબડ્ડી સ્પર્ધામાં ૧૪ ટીમોને હરાવી ફાઇનલમાં વિજેતા બન્યાં છે. વેરાવળ તાલુકા
આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, તાલુકા કક્ષાના રમત ઉત્સવમાં કબડ્ડીમાં વિજેતા બન્યાં


ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) તાલુકા કક્ષાના રમત ઉત્સવને લઇને જિલ્લાની વિવિધ શાળાઓમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કબડ્ડી સ્પર્ધામાં ૧૪ ટીમોને હરાવી ફાઇનલમાં વિજેતા બન્યાં છે.

વેરાવળ તાલુકાના આજોઠા ગામની કુમાર પ્રાથમિક શાળાના બાળકો તાલુકા કક્ષાનો કબડ્ડી સ્પર્ધમાં વિજેતા બન્યાં હતાં. કબડ્ડીની રમતમાં કુલ ૧૪ ટીમ હરિફાઇમાં હતી. આ ૧૪ ટીમોને હરાવી આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ફાઇનલમાં વિજેતા બન્યાં હતાં. વિદ્યાર્થીઓની આ સિદ્વિ બદલ શાળાના આચાર્ય, શિક્ષક હરદાસભાઇ ગળચર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande