હર ઘર તિરંગા અભિયાન હેઠળ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા કિડ્સ હટ અને બાલ મંદિરના બાળકો વચ્ચે ડ્રોઇંગ સ્પર્ધા
ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.) હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળ દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિરના નાનાં–મુન્યાં બાળકો વચ્ચે ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તમામ પ્રિય નાના–નાના બાળકો એ ખૂબ જ સું
બાલ મંદિરના બાળકો વચ્ચે ડ્રોઇંગ સ્પર્ધા


ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.) હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળ દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિરના નાનાં–મુન્યાં બાળકો વચ્ચે ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તમામ પ્રિય નાના–નાના બાળકો એ ખૂબ જ સુંદર ચિત્રો બનાવ્યાં.

આ બન્ને શાળાઓ છેલ્લા 37 વર્ષથી ચાલી આવી રહી છે. આ સ્પર્ધામાં તમામ બાળકો એ ખૂબ જ સુંદર ચિત્રો બનાવીને ત્યાં હાજર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળની અધ્યક્ષ શાલિની વર્મા અને મહિલા કલ્યાણ સંગઠનના તમામ પદાધિકારીઓનું મન જીતી લીધું. આ દરમિયાન તેમને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande