સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ, વેરાવળ તિરંગા રંગ રંગાયું
કલેક્ટર બંગલો, રેલ્વે સ્ટેશન, ટાવર ચોક કોર્ટ બિલ્ડિંગ ‌સહિતની ઈમારતો ત્રિરંગા રંગની રોશનીથી ઝળહળી ઉઠી.....
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ


ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) દેશની આન,બાન અને શાન સમા સ્વાતંત્ર પર્વના પુરવાર દે ગીર સોમનાથ જિલ્લા સાથે વેરાવળ શહેર પણ તિરંગાના રંગે રંગાયું છે.

કલેક્ટર બંગલો, રેલ્વે સ્ટેશન, ટાવર ચોક કોર્ટ બિલ્ડિંગ ‌સહિતની ઈમારતો ત્રિરંગા રંગની રોશનીથી ઝળહળી ઉઠી છે.

બે દિવસ પહેલા જ વેરાવળ શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર શહેર તિરંગા થી રંગાયું હતું. શહેરની દુકાનો પર પણ તિરંગા ધ્વજ લહેરાયા હતા.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વરાત્રીએ શહેરની વિવિધ ઇમારતો પણ, ત્રિરંગી રંગથી સજ્જ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande