જૂનાગઢ, 14 ઓગસ્ટ (હિ.સ.) ચોરવાડ નગરપાલિકા તેમજ શહેર ભાજપ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ સ્ટેશનથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો ઉપર નીકળી વિનય મંદિર સ્કૂલ ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી આ તકે માળિયા મામલતદાર વાળાભાઈ પાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા સાહેબ પ્રમુખ વિમલભાઈ મીઠાણી પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીસા તેમજ પોલીસ સ્ટાફ પાલિકા સદસ્ય અને સ્ટાફ તથા વિવિધ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ શહેર ભાજપના તમામ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ