ગીર સોમનાથ જિલ્લામાં વોટર પાર્ક, બોટિંગ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ તકેદારીના પગલાં લેતા જાહેરનામું પ્રસિદ્ધ
ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તેમજ લોકો વોટરપાર્ક, બોટિંગ, વોટર રાઈડ્સ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ, આનંદ મેળા તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સ્થળ પરની સુરક્ષા માટે લોકો સજાગ રહે અને આવ
ગીર સોમનાથ જિલ્લામાં વોટર પાર્ક, બોટિંગ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ તકેદારીના પગલાં લેતા જાહેરનામું પ્રસિદ્ધ


ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તેમજ લોકો વોટરપાર્ક, બોટિંગ, વોટર રાઈડ્સ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ, આનંદ મેળા તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સ્થળ પરની સુરક્ષા માટે લોકો સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે એ હેતુસર તકેદારીના પગલા લેતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં આવેલા તમામ વોટરપાર્ક, બોટિંગ, વોટર રાઈડ્સ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ, આનંદ મેળા તથા એમ્યુઝમેન્ટ પાર્ક જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થતાં હોય ત્યાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલી મંજૂરી સહિત નમુનાનું સાઈનબોર્ડ સરળતાથી લોકો જોઈ શકે એવી રીતે રાખવા જણાવાયું છે.

આ નમૂનાના સાઈનબોર્ડમાં પહેલી કોલમમાં મંજૂરી/લાયસન્સ, ફાયર સેફ્ટી પ્રમાણપત્ર, તાંત્રિક નિરિક્ષણ અને પરીક્ષણ પ્રમાણપત્ર, ઈલેક્ટ્રીકલ ટેસ્ટ સર્ટિફિકેટ, સ્ટાફ તાલીમ અંગેનું પ્રમાણપત્ર, સેફ્ટી ઈક્વીપમેન્ટની વિગત (લાઈફ જેકેટ, નકશો વગેરે...) ઈમરજન્સી મેડિકલ કીટની ઉપલબ્ધતા, મંજૂર થયેલ ડેમેજ કંટ્રોલ પ્લાન તથા સ્ટેબિલિટીની વિગતો, સી.સી.ટી.વી. કેમેરા ચાલુ હોવાની વિગત તેમજ બીજી કોલમમાં પ્રમાણપત્ર ઈશ્યૂ કરનાર ઓથોરિટી, ત્રીજી કોલમમાં હુકમ નંબર અને તારીખ, ચોથી કોલમમાં વેલિડિટી અને પાંચમી કોલમમાં રિમાર્ક્સ દર્શાવવાના રહેશે.

આ જાહેરનામું ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande