જુનાગઢ 27 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ- જેતપુર દ્વારા માળીયા હાટીના તાલુકામાં માનસિક તકલીફો અંગે જનજાગૃતિ કાર્યક્રમ માટેની કામગીરી કરવામાં આવે છે.
તેમાં સરકારી હાઇસ્કુલ (કુમાર) અને સરકારી હાઇસ્કુલ (કન્યા), પે- સેન્ટર શાળાનાં આચાર્ય શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, તાલુકા પંચાયત કચેરી, મંત્રી મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી કમ મંત્રીશ્રીઓને માનસિક જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
તે અંતર્ગત યુવાનો, તરૂણો અને વિદ્યાર્થીઓમાં મોબાઇલ ફોન, સોશિયલ મિડિયાના વિષયના અનુસંધાને માનસિક રોગનાં લક્ષણો, કારણો, તેનું નિવારણ, ઘરગથ્થુ ઇલાજ વિશે સર્વેને માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા જનરલ/ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક રીતે માનસિક રોગનાં નિદાન કરી આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર ૧૪૪૧૬ અને હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૮૯૧૪૪૧૬ પણ જાહેર કરવામાં આવ્યા છે. કાર્યક્રમના અંતે માનસિક જનજાગૃતિની માહિતી દર્શાવતા પેમ્ફલેટસનું સર્વેને વિતરણ કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ