ગાંજાના સાથે એક ઈસમ ઝડપાયો
વડોદરા, 28 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.એ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને વડોદરા ગ્રામ્ય પ
ગાંજાના સાથે એક ઈસમ ઝડપાયો


વડોદરા, 28 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.એ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.

વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ની ટીમ સતત ચેકિંગ અને પેટ્રોલિંગ અભિયાન ચલાવી રહી છે. મળતી વિગતો મુજબ તાજેતરમાં જ ગ્રામ્ય વિસ્તારથી એસ.ઓ.જી.એ એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

માહિતી અનુસાર ગુપ્ત માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટીમે ટ્રેપ ગોઠવીને શંકાસ્પદ ઈસમને રોક્યો હતો. તેની પાસે તપાસ કરતાં પોલીસને ગાંજાનો જથ્થો મળી આવ્યો. તરત જ પોલીસ દ્વારા ઈસમને કાબુમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઈસમ નશીલા પદાર્થોનું વેચાણ કરવા માટે જથ્થો લઈને જઈ રહ્યો હતો.

આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ ગાંજાનો જથ્થો જપ્ત કરીને તેની કિંમતનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપી પાસેથી મળેલા તારણોના આધારે તેના સપ્લાયર તથા ખરીદદારો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.ની આ કામગીરીને કારણે નશીલા પદાર્થોના ધંધાર્થીઓમાં હડકંપ મચી ગયો છે. પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવનારા સમયમાં આવા ગેરકાયદેસર ધંધાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવાશે.

આ સમગ્ર ઘટનામાં એસ.ઓ.જી.ની ટીમના સતર્કતા અને ઝડપી કાર્યવાહી બદલ તેમની પ્રશંસા થઈ રહી છે. પોલીસ દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અંગે કોઈ માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરી સમાજને સુરક્ષિત બનાવવા સહયોગ આપે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande