પ્રધાનમંત્રીએ, નુઆખાઈની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નુઆખાઈ પર્વ નિમિત્તે, દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી. તેમણે નુઆખાઈ દ્વારા દર્શાવવામાં આવેલી કૃતજ્ઞતા અને એકતાની ભાવના પર ભાર મૂક્યો અને ખેડૂતોના અથાક
નમો


નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે

નુઆખાઈ પર્વ નિમિત્તે, દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી. તેમણે નુઆખાઈ

દ્વારા દર્શાવવામાં આવેલી કૃતજ્ઞતા અને એકતાની ભાવના પર ભાર મૂક્યો અને ખેડૂતોના

અથાક પ્રયત્નોને સલામ કર્યા, જેઓ દેશની પ્રગતિ અને આજીવિકાની કરોડરજ્જુ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પરના તેમના સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, નુઆખાઈ પર બધાને હાર્દિક શુભેચ્છાઓ.”“આ પ્રિય તહેવાર

આપણને આપણા ખેડૂતોની મહેનત અને બલિદાનની યાદ અપાવે છે. આ તહેવાર આપણને તે ખોરાક

આપનારાઓ પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે, જેમની મહેનત

આપણને બધાને પોષણ આપે છે. હું દરેકના જીવનમાં સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને

ખુશીની કામના કરું છું. નુઆખાઈ જુહાર.

ઉલ્લેખનીય છે કે, નુઆખાઈ એ પૂર્વી ભારતના વિવિધ પ્રદેશો, ખાસ કરીને ઓડિશા

અને છત્તીસગઢમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો કૃષિ તહેવાર છે, જેમાં નવા પાકની

પૂજા કરીને આભાર વ્યક્ત કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande