નવી દિલ્હી, ૦3 ઓગસ્ટ (હિ.સ.)
અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ અને
રશિયાથી તેલ આયાત પર, વધારાના ટેરિફની જાહેરાત બાદ, આર્થિક નિષ્ણાતો આ અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા
છે. આના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં અંતર આવવાની શક્યતા છે એટલું જ નહીં, ટેરિફ અંગે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણને કારણે, નિષ્ણાતો અમેરિકામાં મંદીના
સંકેતો જોઈ રહ્યા છે. કેનેડિયન અનુભવી ઉદ્યોગપતિ અને ટેસ્ટબેડના ચેરમેન કિર્ક
લુબિમોવે ટ્રમ્પને આ અંગે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી અને નરેન્દ્ર મોદીને, વૈશ્વિક
મંચ પર સૌથી આદરણીય નેતા ગણાવ્યા હતા.
કિર્ક લુબિમોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર
કરીને ટ્રમ્પની ટેરિફ નીતિને ખોટી ગણાવી ન હતી, પરંતુ ભારત પર 25 ટકા ટેરિફને ટ્રમ્પની ખૂબ મોટી લાંબા ગાળાની વ્યૂહાત્મક
ભૂલ પણ ગણાવતા તેમણે કહ્યું કે,” તેઓ પહેલા પણ કહેતા આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની
ટેરિફ નીતિમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તે ભૂ-રાજકીય વ્યૂહરચનાને ધ્યાનમાં લેતી
નથી. ટ્રમ્પ ભારત સામે લડી રહ્યા છે, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, આજે વૈશ્વિક મંચ પર સૌથી આદરણીય નેતાઓમાંના એક
માનવામાં આવે છે.જેમનો ઘણા મહત્વપૂર્ણ દેશોમાં ઊંડો પ્રભાવ છે.”
લુબિમોવ કહે છે કે,” રણનીતિ એવી હોવી જોઈએ કે, ચીન અને
બ્રિક્સ દેશોના વધતા વર્ચસ્વને કેવી રીતે સંતુલિત કરવું. બ્રિક્સનો ભાગ હોવા છતાં, ભારત અમેરિકાનો
કુદરતી સાથી બની શકે છે. ખાસ કરીને જ્યારે ઉત્પાદન ચીનથી ખસેડવું પડે.” તેમનું
કહેવું છે કે,” ભારત સાથે 'હથોડી અને ખીલી' ની કઠિન નીતિને
બદલે, અમેરિકાએ તેની
સાથે આર્થિક સહયોગ વધારવો જોઈએ અને કેનેડાને તેમાં સામેલ કરવો જોઈએ, જે કુદરતી
સંસાધનોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ એક ખૂબ મોટી લાંબા
ગાળાની વ્યૂહાત્મક ભૂલ છે. આપણે સમજવું પડશે કે, વિશ્વ લાંબા ગાળાના વિચાર સાથે
કામ કરે છે.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ