ઓપરેશન અખાલ: કુલગામમાં અથડામણના ત્રીજા દિવસે પણ, વિસ્ફોટ અને ગોળીબાર ચાલુ.......
કુલગામ, નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ જંગલ વિસ્તારમાં રવિવારે ત્રીજા દિવસે પણ, સુરક્ષા દળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી. અધિકારીઓએ જણાવ્યું કે,” આખી રાત વિસ્ફોટ અને ગો
ઓપરેશન અખાલ: કુલગામમાં અથડામણના ત્રીજા દિવસે પણ, વિસ્ફોટ અને ગોળીબાર ચાલુ.......


કુલગામ, નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.)

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ જંગલ વિસ્તારમાં રવિવારે ત્રીજા દિવસે પણ,

સુરક્ષા દળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી. અધિકારીઓએ જણાવ્યું કે,”

આખી રાત વિસ્ફોટ અને ગોળીબાર ચાલુ રહ્યો.”

અખલના ગાઢ જંગલમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર માહિતી

મળ્યા બાદ શુક્રવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા

અનુસાર,” અથડામણમાં અત્યાર

સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે એક ઘાયલ થયો હોવાના અહેવાલ છે. એક

સૈનિક પણ ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.”

સૂત્રોએ જણાવ્યું હતું કે,” આ વર્ષના અત્યાર સુધીના સૌથી

મોટા આતંકવાદ વિરોધી ઓપરેશનમાંનું એક છે. આ ઓપરેશનમાં ડ્રોન અને થર્મલ ઇમેજિંગ

ડિવાઇસ સહિત, હાઇ-ટેક સર્વેલન્સ સાધનો સાથે ચુનંદા પેરા સ્પેશિયલ ફોર્સ પણ સામેલ

છે.

ડીજીપી અને 15 કોર્પ્સના જનરલ

ઓફિસર કમાન્ડિંગ સહિત વરિષ્ઠ પોલીસ અને સેનાના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી

રહ્યા છે. ઓપરેશન ચાલુ છે.....”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande