પ્રાદેશિક કમિશનરે લીધી ચોરવાડ, માંગરોળ અને કેશોદ નગરપાલિકાઓની મુલાકાત
જૂનાગઢ 3ઓગસ્ટ (હિ.સ.) પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોન, ધવલ પંડ્યા (IAS) દ્વારા જૂનાગઢ જિલ્લાની ચોરવાડ, માંગરોળ અને કેશોદ નગરપાલિકાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવાનો અને
પ્રાદેશિક કમિશનરે લીધી ચોરવાડ, માંગરોળ અને કેશોદ નગરપાલિકાઓની મુલાકાત


જૂનાગઢ 3ઓગસ્ટ (હિ.સ.) પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોન, ધવલ પંડ્યા (IAS) દ્વારા જૂનાગઢ જિલ્લાની ચોરવાડ, માંગરોળ અને કેશોદ નગરપાલિકાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવાનો અને નગરપાલિકાઓના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોની પ્રગતિ તપાસવાનો હતો.

મુલાકાત દરમિયાન કમિશનરે નગરપાલિકા વિસ્તારોમાં વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓ, જર્જરિત ઈમારતો, સફાઈ વ્યવસ્થા અને પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે વહીવટી બાબતો જેવી કે ટેક્સ કલેક્શન વધારવા પગલા લેવા, શહેરની સફાઈ યોગ્ય રીતે થાય તે માટે, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન તમામ પ્રોપર્ટીમાં થાય છે કે નહી તેનું મોનીટરીંગ, પ્રોસેસિંગ પ્લાન્ટ શરુ કરવા અને જમીનના પ્રશ્નો બાબત પ્રાદેશિક કચેરીનું ધ્યાન દોરવું, ડમ્પ સાઈટ, લીગસી વેસ્ટનો નિકાલ, ગંદા પાણીનો નિકાલ અને ટ્રીટમેન્ટ, પાણીના સ્ટોરેજ, બાગ-બગીચાનો વિકાસ અને જાળવણી, અને નગરપાલિકાની માલિકીની જમીનોની ચકાસણી જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

પ્રાદેશિક કમિશનરે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ જેવી કે, સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫મા નાણાપંચ, સ્વચ્છ ભારત મિશન અર્બન ૧.૦ અને ૨.૦, અને નિર્મળ ગુજરાત યોજના હેઠળ ચાલી રહેલા, શરૂ ન થયેલા અને આયોજન હેઠળના કામોની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી.

ચોરવાડ નગરપાલિકામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક STP સાઈટની મુલાકાત લેવામાં આવી હતી. ચીફ ઓફિસરને બોર્ડ સાથે સંકલન સાધી ગંદા પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ અને પમ્પિંગ થાય તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી હતી. પ્રોસેસિંગ પ્લાન્ટ અને જમીનના અન્ય પ્રશ્ન બાબતે પ્રાદેશિક કમિશનર કચેરીનું ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું. ચોરવાડ ખાતે પૂર્ણતાના આરે આવેલ આવાસ યોજનાના પ્રશ્નનું નિરાકરણ લાવવા સુચના આપી. ચોરવાડના આઇકોનિક રોડની મુલાકાત લેવામાં આવી. ડોર ટુ ડોર કલેક્શન બાબત ચીફ ઓફિસરશ્રીને મોનીટરીંગ રાખવા સુચના આપવમાં આવી.

માંગરોળ નગરપાલિકામાં STP અને ડમ્પ સાઈટ માટે જમીનના પ્રશ્ન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને આ માટે કલેક્ટર કચેરી સાથે સંકલનમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. નગરપાલિકાની પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી સંપની મુલાકાત લીધી હતી. મંજૂર થયેલી પાણી પુરવઠા યોજના અને ગટરલાઈનના કામ સમયસર પૂર્ણ થાય તે માટે GUDC સાથે સતત સંપર્કમાં રહેવા ભાર મૂક્યો હતો. માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ માટેના ૪૪ ઝોન છે જે ઘટાડીને સમયસર પાણી વિતરણ અંગે સૂચના આપી. વધુમાં, ઉનાળામાં પાણીની સમસ્યાના નિવારણ માટે નવા કૂવાઓનું આયોજન કરવાની સલાહ પણ આપી હતી.

કેશોદ નગરપાલિકામાં નિર્માણ પામી રહેલા મોડેલ ફાયર સ્ટેશનની સાઈટની મુલાકાત લઈ નિર્માણ પામી રહેલ બિલ્ડિંગ ઉપર વરસાદથી રક્ષણ અર્થે શેડનું આયોજન કરવા સૂચના આપી હતી. STP, WTP અને પાણી વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. અમૃત ૨.૦ હેઠળ બનેલા સંપ અને ટાંકીની સ્થળ મુલાકાત લીધી હતી. GUDC હસ્તક બની રહેલા રેલવે અંડરબ્રિજની મુલાકાત દરમિયાન રેલવે ટ્રેક નજીક પાણી ભરાવાના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેનું આયોજન કરવા જણાવ્યું હતું.

કમિશનરે નગરપાલિકાની વિવિધ સાઈટોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી શહેરી વિકાસના કામોને વધુ વેગ આપી શકાય. આ મુલાકાત નગરપાલિકાઓના વહીવટ અને નાગરિકોને મળતી સેવાઓમાં સુધારો લાવવામાં મદદરૂપ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande