ગીર સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી, મોજે-વેરાવળ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૦૬ વાહન બિન અધિકૃત રીતે વહન સબબ અટકાયત કરી નિયમો અનુસાર દંડકીય રકમ રૂ. ૪.૭૭ લાખની વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ