ભુવનેશ્વર, નવી દિલ્હી, ૦3 ઓગસ્ટ (હિ.સ.)
રવિવારે એક વિનાશક ઘટનામાં,
શંકાસ્પદ
નક્સલીઓએ ઓડિશા-ઝારખંડ સરહદ પર, એક રેલ્વે ટ્રેક ઉડાવી દીધો. આ ઘટના માઓવાદીઓ
દ્વારા ઉજવવામાં આવતા 'શહીદ સપ્તાહ' (28 જુલાઈથી 3 ઓગસ્ટ) ના
છેલ્લા દિવસે બની હતી. આ ઘટના ઝારખંડના કરમપાડા અને ઓડિશાના રેંજેંડા સ્ટેશન
વચ્ચેના, સરંડા જંગલ વિસ્તારમાં બની હતી, જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર,”વિસ્ફોટ બિમલગઢ રેલ્વે વિભાગ હેઠળ વહેલી સવારે થયો હતો, જેના કારણે
રેલ્વે ટ્રેકને ભારે નુકસાન થયું હતું. જો કે, ઘટના સમયે ટ્રેક પર, કોઈ ટ્રેન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
ગઈ હતી.”
ઘટના પછી, અસરગ્રસ્ત વિભાગ પર રેલ્વે કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી
દેવામાં આવી છે. બીજી તરફ,
ઓડિશા પોલીસ, ઝારખંડ પોલીસ, સીઆરપીએફ અને ઝારખંડ
જગુઆરની સંયુક્ત ટીમોએ, સરંડા જંગલ વિસ્તારમાં વ્યાપક શોધ અને કોમ્બિંગ ઓપરેશન શરૂ
કર્યું છે. રેલ્વે ટ્રેક પર અન્ય સંભવિત વિસ્ફોટકોની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ
સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
કરમપાડા (ઝારખંડ) અને રંજેંડા (ઓડિશા) બંને સ્ટેશન સરહદી
વિસ્તારમાં સ્થિત છે અને માઓવાદીઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીતા મહંત/સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ