યુપી: ગોંડામાં બેકાબૂ કાર નહેરમાં પડી, 11 લોકોના મોત
ગોંડા, નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. કારમાં સવાર 15 લોકો બોલેરો કારમાં, પૃથ્વીનાથ મંદિર જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના
કાર


ગોંડા, નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.)

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા

છે. કારમાં સવાર 15 લોકો બોલેરો

કારમાં, પૃથ્વીનાથ મંદિર જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના

પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે,” ઇટીયાથોક પોલીસ સ્ટેશન

વિસ્તારમાં રેહરા બેલવા બહુતા નહેર પાસે, બેકાબૂ થયા બાદ, બોલેરો પલટી ગઈ હતી.

અકસ્માતમાં ત્રણ બાળકો અને એક ડ્રાઇવર સહિત ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 11 લોકોના મોત થયા

છે. નહેરમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.”

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં શોક વ્યક્ત કર્યો

છે. તેમણે તાત્કાલિક અધિકારીઓને, ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા

સૂચના આપી છે. માહિતી મળ્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ પહોંચી ગયા

છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

વિગતવાર સમાચાર થોડીવારમાં --------------

હિન્દુસ્થાન સમાચાર / દીપક / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande