પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.
પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીને લગત જુદીજુદી કચેરીઓ તરફથી આવેલ કામોની ચર્ચા, રજુ થયેલ નવા પીવા
પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીને લગત જુદીજુદી કચેરીઓ તરફથી આવેલ કામોની ચર્ચા, રજુ થયેલ નવા પીવાના પાણીના કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા, જિલ્લામાં પાણી પુરવઠાના કામોની સમીક્ષા,પમ્પીંગ મશીનરી,ગતિશક્તિ પોર્ટલ પર થયેલ એન્ટ્રીની સમિક્ષા,પાણી પુરવઠાને લગત ફરિયાદો અને કરવામાં આવેલ નિરાકરણ,ગ્રામ્ય સ્તરે સ્ટોરેજની તથા તેની આજુબાજુ સાફ સફાઈ તથા કલોરીનેશન સહિતનાં મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને કલેકટરએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર,વાસ્મો અધિકારી અભિષેક પાંડે સહિતના સબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande