- જીએમવીએન એ,
ધ્યાન ગુફાને બીકેટીસીમાં ટ્રાન્સફર કરવા માટે કોઈ વાંધો ઉઠાવ્યો નથી
દહેરાદુન, નવી દિલ્હી,30 ઓગસ્ટ (હિ.સ.)
કેદારનાથ ધામના પ્રખ્યાત ધ્યાન ગુફાનું સંચાલન હવે બદરી-કેદાર મંદિર સમિતિ (બીકેટીસી) દ્વારા કરવામાં
આવશે. અત્યાર સુધી, રુદ્ર ધ્યાન
ગુફાનું સંચાલન ગઢવાલ મંડળ વિકાસ નિગમ (જીએમવીએન) દ્વારા કરવામાં આવતું હતું. જીએમવીએનએ ધ્યાન ગુફાને, બીકેટીસી
માં ટ્રાન્સફર કરવા માટે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી) ના પ્રમુખ હેમંત
દ્વિવેદીએ જણાવ્યું હતું કે,” સરકારના નિર્દેશો અનુસાર, જીએમવીએન એ 29 ઓગસ્ટના રોજ
કેદારનાથ ધામમાં સ્થિત ધ્યાન ગુફાને, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિમાં ટ્રાન્સફર
કરવા માટે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે આ સંદર્ભમાં બીકેટીસી
ને જાણ કરી છે.”
ગઢવાલ મંડળના જનરલ મેનેજર (પર્યટન) વિકાસ નિગમે જણાવ્યું
હતું કે કેદારનાથ ધામમાં સ્થિત ધ્યાન ગુફા, હાલમાં જીએમવીએન દ્વારા સંચાલિત છે. જીએમવીએન
ને બીકેટીસીને ગુફાના સંચાલન સામે કોઈ વાંધો નથી, જ્યારે ગુફાને બીકેટીસી ને ટ્રાન્સફર કરવા પર, સપ્ટેમ્બર 2025 થી ઓક્ટોબર 2025 સુધી 15 પ્રવાસીઓએ,
ધ્યાન ગુફા માટે ઓનલાઈન એડવાન્સ રિઝર્વેશન કરાવ્યું છે, જે પહેલાની જેમ જ
રહેશે અને ટૂંક સમયમાં જીએમવીએન ધ્યાન ગુફાને, બીકેટીસીને ટ્રાન્સફર કરશે.”
કેદારનાથ મંદિરથી દોઢ કિમીના અંતરે સ્થિત ધ્યાન ગુફા, મે 2019 માં દેશના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ તેમની કેદારનાથ ધામ દર્શન યાત્રા દરમિયાન ધ્યાન ગુફામાં ધ્યાન
કર્યું ત્યારે, વધુ પ્રખ્યાત બન્યું. આ ગુફાને રુદ્ર ધ્યાન ગુફા પણ કહેવામાં આવે
છે. 2018 માં, પ્રવાસન વિભાગે
અહીં હાજર કુદરતી ગુફાને એક નવો દેખાવ આપ્યો અને તેનું નામ ધ્યાન ગુફા રાખ્યું.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ