સુરતમાં ભાજપ કાર્યકરો દ્વારા, કોંગ્રેસ કચેરી પર લગાવેલા બેનર ફાડાયા, બંને પક્ષના કાર્યકરો આમને–સામને
સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-બિહાર ખાતે કોંગ્રેસની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની માતાને લઈને અપમાનજનક નિવેદન બાદ દેશભરમાં રાજકીય તોફાન મચી રહ્યું છે. તેના પગલે આજે સુરતમાં ભાજપ કાર્યકરો, કોંગ્રેસ કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. વિર
સુરતમાં ભાજપ કાર્યકરો દ્વારા કોંગ્રેસ કચેરી પર લગાવેલા બેનર ફાડાયા


સુરતમાં ભાજપ કાર્યકરો દ્વારા કોંગ્રેસ કચેરી પર લગાવેલા બેનર ફાડાયા


સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-બિહાર ખાતે કોંગ્રેસની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની માતાને લઈને અપમાનજનક નિવેદન બાદ દેશભરમાં રાજકીય તોફાન મચી રહ્યું છે. તેના પગલે આજે સુરતમાં ભાજપ કાર્યકરો, કોંગ્રેસ કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.

વિરોધ દરમિયાન ભાજપ કાર્યકરોએ પહેલા પुतળા દહન કર્યા બાદ કોંગ્રેસ કચેરી તરફ કૂચ કર્યું અને ત્યાં લગાવેલા બેનર–પોસ્ટર ફાડી નાખ્યા. આ દરમિયાન કોંગ્રેસ કચેરી ખાતે હાજર કેટલાક કોંગ્રેસ કાર્યકરો પણ બહાર આવી ગયા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો આમને–સામને આવી ગયા હતા.

પરિસ્થિતિ તંગ બનતા પોલીસ ટીમે, તરત જ હસ્તક્ષેપ કરીને ભાજપ કાર્યકરોને અલગ કર્યા અને સ્થિતિ કાબૂમાં લીધી.

શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ મૂક્યો હતો કે – “મા નો અપમાન બતાવીને વિરોધ કરવા આવેલા ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીની માતાનો ફોટો ધરાવતા બેનરને ફાડી નાખ્યા અને તેના પર થૂંક્યું. આથી સ્પષ્ટ થાય છે કે, આ વિરોધ માત્ર રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવ્યો છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande