બારડોલીમાં મુસાફરોથી ભરેલી ST બસ પલટી, કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા – ડ્રાઈવર ફરાર
સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લાના બારડોલી પાસે એક મોટો અકસ્માત બન્યો છે. મુસાફરોથી ભરેલી ST બસ અચાનક રોડ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરો જીવ બચાવવા માટે બારીઓના કાચ તોડી બહાર નીકળ્યા હતા. ઘટનાથી બસના આગળના ભાગને પણ ભારે નુકસાન થ
બારડોલીમાં મુસાફરોથી ભરેલી ST બસ પલટી


સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લાના બારડોલી પાસે એક મોટો અકસ્માત બન્યો છે. મુસાફરોથી ભરેલી ST બસ અચાનક રોડ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરો જીવ બચાવવા માટે બારીઓના કાચ તોડી બહાર નીકળ્યા હતા. ઘટનાથી બસના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું હતું.

મળતી માહિતી મુજબ, અકસ્માત નાડીદા ગામ નજીક થયો હતો. બસમાં સવાર મુસાફરોનો આક્ષેપ છે કે, બસનો ડ્રાઈવર નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવર બસ મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા અને મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, જો કે મુસાફરોને ભારે ભયનો સામનો કરવો પડ્યો હતો.

હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર થયેલા ડ્રાઈવર અંગે તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande